HGSS Spring meeting-April 14th, 2019 🗓 🗺

all Past Events
Grace Anglican Church Map
Halton Gujarati Seniors Samaj- Ram Navmi & Chaitri Navratri Festival
Halton Gujarati Seniors Samaj’s Spring meeting was very well organised and was celebrated with the wonderful celebrations of Lord Rama’s Birthday and “Chaitri Navratri” festival of Nine nights of Goddess Durga. Chaitra Navratri is the nine-day Hindu festival. … It is celebrated in the Hindu month of Chaitra and dedicated to nine avatars of Goddess Durga. 
HGSS” Committee and the loyal Members of HGSS appreciated X-President, Mr. & Mrs Ramnikbhai and Manjulaben Rach for being the sponsor of this meeting, and especially for the delicious Prasadi-Bhojan. 
Vice President Mr. Piyushbhai Patel’s Birthday and Neal Sthankiya’s son Akash’s 10th birthday, they both also contributed towards this meeting. We HGSS Committee appreciated the members of their Generosity towards monthly donations We have monthly sponsors for May 2019, but June 2019 window is still open!!! If interested please call any of the committee members and honestly we’ll be glad to hear from you.
Thank you
Jay Sita Ram!!! 

ચૈત્રી નવરાત્રિ-રામ નવમી નિમિત્તે હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજે કરેલ પૂજન-નૃત્ય-પ્રહસનના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
અહેવાલ: પંકજ ત્રિવેદી
તસ્વીર સુરેશ પડિયા

મિલ્ટન સ્થિત હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા તા.૧૪મી એપ્રિલ ૨૦૧૯ના રોજ, રામ નવમીના શુભ દિને, ગ્રેસ એન્ગ્લીકન ચર્ચમાં પ્રસંગ ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયો.

આ પ્રસંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજી, જગદ્જનની દેવી અંબિકા અને રામ પંચાયતનનું પૂજન, નૃત્ય અને “પતિની કહ્યાગરી પત્ની“ પ્રહસનની રજૂઆત કરવામાં આવી હતી.દેવ સ્થાપન પીઠિકા અને સંપૂર્ણ હોલને પ્રસંગ પ્રમાણે સજાવવામાં શ્રીમતિ રંજુબેન ખંડેરિયા, હસુબેન સ્થાન્કીયા અને કિરણબેન ભોગાયતાએ ઘણી જ મહેમત ઉઠાવી હતી. પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે સહુને આવકારી, ચૈત્રી નવરાત્રિ અને રામ નવમી વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “નવરાત્રિ એ શ્રી કાલીકાજી, શ્રી મહાલક્ષ્મીજી અને શ્રી સરસ્વતીજી ઉપાસનાનું પર્વ છે, તો રામ નવમી એ ભગવાન શ્રી રામેં પોતે, મર્યાદા, નીતિ અને રાજ્ધર્મને સર્વોપરી ગણી, જન માનસમાં આરાધ્ય દેવ બની રહ્યા. તેઓએ યજમાન શ્રીમતિ મંજુલાબેન અને શ્રી રમણીકભાઈ અને શ્ચિ.આકાશ નીલ સ્થાનકિયા પરિવાર, તેમજ સમય-સહયોગ આપનાર સર્વેનો આભાર માન્યો હતો.

પૂર્વ-પ્રમુખ શ્રી રમણીકભાઈ રાચે નૃત્ય-પ્રહસનના કલાકારોનો પરિચય આપ્યો હતો. શ્રીમતિ સુધાબેન પંચમતિયા દિગ્દર્શિત/લિખિત “પતિની કહ્યાગરી પત્ની“-પ્રહસનમાં હાસ્ય-વ્યંગ મિશ્રિત સંવાદો થકી, કુટુંબ-વ્યવસ્થાપનમાં થતી નાની ભૂલોના પરિણામ રજુ કરી, પ્રહસનના કલાકારોએ એચ.જી.એસ.એસ.ના સર્વ સભ્યોના આનંદમાં અભિવૃદ્ધિ કરી હતી, તો શ્રીમતિ રમાબેન શાહે “નવરંગ ફિલ્મના- આધા હે ચંદરમા”- ગીત પર, માથે ગાગર લઇ, સુંદર મઝાનું લોકનૃત્ય રજુ કરી સાબિત કર્યું હતું, કે તન વયસ્ક બનવાનું જ છે , પણ મન થકી સદા યુવાન રહી શકાય છે.

સર્વે કલાકારો –શ્રીમતિ સુધાબેન પંચમતિયા, શ્રીમતિ મંજુલાબેન રાચ, સુભાષભાઈ પટેલ, પુષ્પાબેન પટેલ-નું વ્યવસ્થાપક સમિતિના અગ્રણી સભ્યોના હાથે પ્રશસ્તિ પત્ર સહિત સન્માન કરાયું હતું. ચી. આકાશ સ્થાનકિયાએ દસ-વર્ષીય જન્મ-દિન નિમિત્તે પૂર્ણ પરિવારની હાજરીમાં ફ્રુટની બર્થ ડે કેક, વડીલોને અર્પી, સહુની શુભેચ્છા-આશિષ મેળવ્યા હતા. જે મેમ્બર્સની લગ્ન-તિથિ કે જન્મ-દિવસ, એપ્રિલ માસમાં હતા તેઓને બર્થ ડે ગીત થકી હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

અંતે ઉપ-પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલે, મુખ્ય યજમાન શ્રી રમણીકભાઈ તથા શ્રીમતિ મંજુલાબેનનો આભાર દર્શન બાદ, ફૂડ કમિટીના સભ્યો શ્રી ભુપેન્દ્રભાઈ મોદી શ્રી કિર્તીભાઈ શાહ, શ્રી ગુણવંતભાઈ પટેલ, શ્રીમતિ દક્ષાબેન પટેલ, શ્રીમતિ સ્મિતાબેન મોદી, શ્રીમતિ કનક્લત્તા ત્રિવેદી,એ સભ્યો દ્વારા લવાયેલ પ્રસાદી સહિત સમિષ્ઠાન્ન-ઈડલી-સંભારનો ભરપેટ આહાર પિરસ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સર્વે સભ્યોનો દરેક બાબતમાં હાર્દિક સહયોગ સાંપડ્યો હતો. સેકેટરી શ્રીમતી હસુબેન સ્થાન્કીયાએ રમુજી નાટક “ પતિની કહ્યાગરી પત્ની” નાં લેખક શીમતી સુધાબેન પંચમતીયા તથા નાટકના કલાકારોનો અભાર વ્યક્ત કર્યો.

સર્વેએ તાળીઓનાં ગળગળાટથી મીટીંગના મુખ્ય યજમાન, શ્રીમાન રમણિકભાઈ તથા મંજુલાબેન રાચને અભાર માન્યો અને બેઠક સ્થગિત કરવામાં આવી.

જય સિતા રામ !!!


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *