હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની નવવર્ષ અને ઉત્તરાયણ પર્વ સભા યોજાઈ
અહેવાલ: પંકજભાઈ ત્રિવેદી
અનુભવ, જ્ઞાન, ડહાપણ ને વ્યવહાર સમૃદ્ધ વ્યક્તિ એટલે વડીલ.હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ આવો જ વિવિધ ક્ષેત્રીય અનુભવ સમૃદ્ધ વડીલોનો સમાજ છે. એચ.જી.એસ.એસ. દ્વારા તા.૧૩મી જાન્યુઆરી૨૦૧૩ના દિવસે, ગ્રેસ એગ્લીકન ચર્ચમાં, નવલા વર્ષને વધાવવા અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રત્યક્ષ દેવ, સૂર્યનારાયણની ઉત્તરાર્ધ તરફની ગતિને, રંગબેરંગી પતંગો ચગાવી,જાણે કે સુર્યદેવની આરતી ઉતરતા હોઈએ તે ભાવનાથી ઉજવાતા ઉત્તરાયણ / મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવા, શ્રીમતિ સવિતાબેન પટેલના યજમાનપદે, આનંદિત મહોલમાં યોજાઈ હતી. નવ વર્ષ અને મકરસંક્રાંતિ પર્વ ઉજવણીની શરૂઆતમાં, એચ.જી.એસ.એસ.ના પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે, પરમકૃપાળુ પરમેશ્વરના અગણિત ઉપકારો પ્રત્યે આભાર વ્યક્ત કરતી અને જીવન-પર્યંત દરેક કાર્યો સુંદર રીતે કરવાની સન્મતિ આપતી તેમજ હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજના સર્વે પરિજનોના સર્વાંગી વિકાસ માટે, શ્રીમાંસમીતીના સભ્યો અને યજમાન આમંત્રિતોની ઉપસ્થિતિમાં, પ્રાર્થના કરાવી હતી. શ્રીમતિ મીનાબેન ભટ્ટે સભ્યોને ૨૦૧૯ના નુતન વર્ષની પ્રથમ સભામાં આવકારી, નુતન વર્ષે સભ્યોની સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહિત કરવા વહીવટી કમિટીએ લીધેલા નવ વર્ષ સંકલ્પ અંગે જાણકારી આપી હતી. શ્રીમતિ કલ્પનાબેન શાહે નવા વર્ષની સભ્ય ફી ભરી સભ્યપદ મેળવી લેવા વિનંતી કરી હતી તેમજ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે શક્ય હશે ત્યાં સુધી દર માસના બીજા અઠવાડિયામાં મિટિંગ રાખીશું. નાણાકીય વ્યવસ્થાપક શ્રી ભુપેન્દ્રભાઈ મોદીએ નાણાકીય
બાબતો અંગે પ્રાપ્ત માહિતી આપી હતી.
નવલા વર્ષના નવતર પ્રયોગ તરીકે ગુજરાતી રંગભૂમિના લબ્ધ-પ્રતિષ્ઠિત કલાકારો સર્વશ્રી મુકેશ રાવલ, રૂપા દિવેટિયા,અનુરાધા કાનાબાર, સ્વાતી કોટક, ચારુલ ભાવસાર વિમલ ઉપાધ્યાય અભિનીત ગુજરાતી નાટક “ કેવડા ના ડંખ “ દર્શાવ્યું હતું. યુવાનીમાં થતાં પ્રેમના ભયસ્થાનો, પરિપક્વ પ્રેમનું સમર્પણ અને મિત્ર / વ્યવસાય ધર્મને ઉજાગર કરતું, આ સસ્પેન્સ-નાટક સહુને આકર્ષિત કરી ગયું. શ્રીમતિ દિવ્યાબેનના આમંત્રણ ને સ્વીકારી, શ્રીમતિ સવિતાબેન ત્રિવેદીએ સ્વાનુભવ થકી પ્રાપ્ત કરેલ, કેનેડાની શીતકાલીન તકલીફો જેવી કે ફ્રોઝન શોલ્ડર, કમર દર્દ અને ઘૂંટણલક્ષી તકલીફોનો, અંગ કસરત અને યોગ થકી કેવી રીતે સામનો કરવો, તેની વિસ્તૃત જાણકારી આપી હતી. શ્રીમતિ દિવ્યાબેન કાપડિયા અને શ્રીમતિ મીનાબેન ભટ્ટે ,સર્વ વતી જાન્યુઆરીના લગ્ન—સ્મૃતિ દિન અને જન્મ-દિનવાળા સભ્યોને પુષ્પ ગુચ્છ આપી, તેમની સર્વાંગી સફળતા તથા તંદુરસ્તીની વાંછના કરી હતી. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં, સર્વે સભ્યોએ, યજમાન-શ્રીમતિ સવિતાબેન પટેલ, શ્રી મનીષભાઈ પટેલ,શ્રીમતિ નિયતીબેન પટેલ, શ્રી ધવલભાઈ શાહ, શ્રીમતિ શીતલ શાહ,શ્રીમતિ શ્રુતિ શાહ દેસાઈ તથા ઉપ-પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલ તેમજ શ્રી ભુપેન્દ્રભાઈ મોદી ,શ્રી ભરતભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પડિયા ના સહયોગથી- પ્રેમપૂર્વક પિરસાયેલ “ મકરસંક્રાંતિ -પ્રસાદી- તલના લાડુ- ચીકી- ઊંધિયું ના ભોજન થાળની મઝા માણી, સહુએ વિદાય લીધી હતી.